Skip to main content

Posts

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

  Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત...

khergam news : નાયબ કલેકટરની ઓળખ આપી જવેલર્સ સંચાલક સાથે કરી છેતરપિંડી.

    khergam news : નાયબ કલેકટરની ઓળખ આપી જવેલર્સ સંચાલક સાથે કરી છેતરપિંડી. report : જીજ્ઞેશ પટેલ,ખેરગામ છેતરપિંડી પ્રકરણના વધુ સમાચાર જાણવા. મંતવ્ય ન્યૂઝ માટે અહીં ક્લિક કરો .  Connect Gujarat news  Divya Bhaskar news     ખેરગામના જલારામ જવેલર્સ સાથે ૬.૬૩ લાખની ઠગાઈ  ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જવેલર્સ સાથે મહિલાની 6.67 લાખની છેતરપિંડી. હું વલસાડની ડેપ્યુટી કલેક્ટર, અમારે દાગીના જોઈએ છે Report: જીજ્ઞેશ પટેલ, ખેરગામ Report: વિજયભાઈ યાદવ  

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

                  Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                                                              Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળ...

Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ.

  Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ. તારીખ ૧૧-૦૪-૨૦૨૪નાં દિને ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામ ગામના મુસ્લિમ સમાજનાં આગેવાન તેમજ દિવ્ય ભાસ્કર ન્યૂઝના અગ્રણી પત્રકાર અસિફભાઈ શેખ સહિત આગેવાનોએ રમઝાન ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમજ ખેરગામના હિન્દુ સમાજ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પણ રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના ભાઈ- બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. ઈદના દિવસે તેની શરૂઆત સવારની નમાઝથી થાય છે. આ દિવસે લોકો સવારે નવા કપડાં પહેરે છે અને નમાઝ અદા કરે છે અને શાંતિ અને સુલેહ-શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેઓ એકબીજાને ગળે લગાડીને ઈદની શુભેચ્છા પાઠવે છે. આ પછી લોકો એકબીજાની મુલાકાત લેવાનું શરૂ કરે છે અને અલગ-અલગ રીતે ઈદની ઉજવણી કરે છે. ઈદ-ઉલ-ફિત્ર દરમિયાન મીઠી વાનગીઓ ખાસ કરીને સેવૈયા બનાવવાનો રિવાજ છે. આ દિવસે લોકો એકબીજાને ગળે લગાડે છે અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવે છે અને એકબીજાને પ્રેમથી ઘરે બનાવેલી મીઠાઈઓ અને વાનગીઓ પીરસે છે. આ દિવસે લોકો એકબીજાને ઈદી ...

ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.

                            ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.  ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી શાળા તા.ધરમપુર જી.વલસાડમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય શિક્ષકશ્રી ડૉ.વિરેન્દ્રભાઈ પટેલે તેમનાં જન્મદિવસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને રોકડ રકમ દ્વારા મદદ કરવામાં આવી. તેમના દ્વારા  ધરમપુર,ખેરગામ, અને ચીખલી તાલુકામાં નવ જેટલી લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે..જેમાં સ્પર્ધાત્મક પુસ્તકો  ઉપલબ્ધ કરાવેલ છે અને તેમના દ્વારા 37  જેટલાં રકતદાન કેમ્પ કરવામાં આવેલ છે. ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા ગરીબ વિદ્યાર્થી મિત્રો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર મીનેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.