Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

      ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાં...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

   વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ


માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે.

વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ.


ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય

વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા.

સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજી વાર્તાઓ અને જોક્સ શેર કરવા લાગ્યા. આજ સુધીમાં ફેસબુક પર 4,900 ફોલોઅર્સ અને પ્રતિલિપી પર 2,30,000થી વધુ વાંચકો તેમની રચનાઓ માણી રહ્યા છે.


સાહિત્ય અને ફિલ્મ દ્વારા ધોડીઆ બોલીનો પ્રસાર

વિજ્ય ગરાસિયા દ્વારા 2020માં "એક અહુંની વાત આય..." નામથી ધોડીઆ ભાષાનું પ્રથમ હાસ્ય પુસ્તક પ્રકાશિત થયું. આ પુસ્તક ગુજરાત સરકાર અને રાજા રામમોહનરાય લાઈબ્રેરી ફાઉન્ડેશન, કોલકાતા દ્વારા ખરીદીને વિવિધ સરકારી લાઈબ્રેરીઓમાં મૂકવામાં આવ્યું.

તેમના લેખનપ્રેમને વધુ ઊંડા કરી, "અહા મહલાયા વિવાહ" નામની નવલકથા લખી, જે હાલ પ્રકાશનની રાહ જોઈ રહી છે. ધોડીઆ ભાષાને લોકપ્રિય બનાવવા માટે તેમણે "રૂપલી ચા વાળી" શોર્ટ ફિલ્મ માટે સ્ટોરી લખી, જેને એવોર્ડ પણ મળ્યો હતો.

આ ઉપરાંત, "ખાટા મૂઈલા જાય ધનાધન..." (લાલ કીડી જાય ધનાધન...) નામનું લોકગીત લખી, જે લોકપ્રિય થયું છે.


સમાજની જાગૃતિ માટે આદિવાસી સાહિત્ય મંચ

વિજ્ય ગરાસિયા અને તેમના સાથીઓ દર વર્ષે દિવાળીએ આદિવાસી સાહિત્ય મંચ દ્વારા મનોમંથન કરે છે, જ્યાં દર વર્ષે ધોડીઆ ભાષામાં એક-બે પુસ્તકો પ્રકાશિત કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.

વિશ્વ માતૃભાષા દિવસ પર, આદિવાસી ભાષાઓના જતન માટે, શહેરી અને ગામડાંના યુવાનોને માતૃભાષા સાથે ફરીથી જોડવા માટે આમંત્રણ છે. વિરવલિયો વિજુની જેમ, જો આપણે પણ આપણી મૂળભૂત ઓળખ અને ભાષાની સંભાળ લઈએ, તો આપણી સંસ્કૃતિની સમૃદ્ધિ ભવિષ્ય સુધી ટકી રહેશે.


આપને વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!


વિરવલિયો વિજુ દ્વારા લખાયેલું લોકપ્રિય ધોડીઆ ગીત:

ખાટા મુઇલા જાય ધનાધન , ખાટા મુઇલા જાય...
ઉભી પુસડીએ જાય મુઇલા, ઉભી પુસડીએ જાય...

ખાટા મુઇલા જાય ઝપાટામાં, ખાટા મુઇલા જાય...
વરહાત આવુનો વે તે, મુઇલા નીચેથા ઉપર જાય...

- વિજય ગરાસિયા (વિરવલિયો વિજુ)

Comments

Popular posts from this blog

Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો.

    Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચોર્યાસી મંદિર પરિસરમાં અખાત્રીજના શુભ દિવસે ૧૦૮ કુંડી યમયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સહભાગી થવા માટે અગાઉ કોસંબા ખાતે દેહશુદ્ધિ કરવામાં આવી હતી. તે ઉપરાંત યજ્ઞ સ્થળે પણ દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ધર્મરાજ મંદિરના ભૂદેવો સુમનજી મહારાજ અને તેમના સહાયકોએ યજ્ઞની સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ, આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞની પૂર્વ સંધ્યાએ શિવ પરિવાર દ્વારા ચોર્યાસી મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં સ્થાપિત દેવતાઓને વાજત-ગાજતે શોભાયાત્રા કાઢી વાઘા અર્પણ કરાયા હતા. ધર્મરાજ મંદિરની સંધ્યા આરતીમાં યજ્ઞમાં ઉપસ્થિત સૌ શિવ પરિવારે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞમાં ઉપસ્થિત શિવ પરિવારે બ્રહ્માણી માતાજીના દર્શન પણ કર્યા હતા. પ્રગટેશ્વર શિવ પરિવારે સુંદર ગરબો તેમજ દમણના પ્રથમ પટેલે શિવ મહિમા સ્ત્રોત્ર રજૂ કર્યો હતો...

Khergam :ખેરગામ તાલુકાના નડગધરી અને ધામધૂમા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Khergam :ખેરગામ તાલુકાના નડગધરી અને ધામધૂમા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે... Posted by  Aatish Patel  on  Wednesday, July 10, 2024 માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે... Posted by  Aatish Patel  on  Wednesday, July 10, 2024

Khergamnews: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ.

Khergamnews: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 18/-07- 2024 અને 19-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની દ્વિ દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. ખેરગામ બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા હતા. સક્ષમ તાલીમના તજજ્ઞોમાં શ્રી કિરીટભાઇ પટેલ(વાડ મુખ્ય શાળા ,Htat), અલ્પેશભાઈ પટેલ (બહેજ પ્રા.શાળા, Htat), કાશ્મીરાબેન પટેલ (પાણીખડક પ્રા.શાળા, મુખ્ય શિક્ષક), વર્ગ સંચાલક ટીનાબેન પટેલ (સી.આર.સી) દ્વારા શિક્ષકોને સક્ષમ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કિરીટભાઈ પટેલ દ્વારા આબોહવા પરિવર્તન,પર્યાવરણ, સ્વચ્છ હરિયાળી શાળા, ગ્રીન શાળાઓ, સલામત શાળાઓ, સુલભ શાળાઓ પર ચર્ચા કરી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.  જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વિષયો પર સ્વચ્છ પાણી, ગંદુ પાણીનું રિસાયકલ, દિવસ દરમ્યાન વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત, શૌચાલય, કન્યાઓ માટે નોડલ શિક્ષિકાની નિમણુંક કરી તેમનાં મુઝવતા પ્રશ્નોના નિકાલ...