Skip to main content

Posts

Showing posts from April, 2024

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

  Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત...

khergam news : નાયબ કલેકટરની ઓળખ આપી જવેલર્સ સંચાલક સાથે કરી છેતરપિંડી.

    khergam news : નાયબ કલેકટરની ઓળખ આપી જવેલર્સ સંચાલક સાથે કરી છેતરપિંડી. report : જીજ્ઞેશ પટેલ,ખેરગામ છેતરપિંડી પ્રકરણના વધુ સમાચાર જાણવા. મંતવ્ય ન્યૂઝ માટે અહીં ક્લિક કરો .  Connect Gujarat news  Divya Bhaskar news     ખેરગામના જલારામ જવેલર્સ સાથે ૬.૬૩ લાખની ઠગાઈ  ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી જવેલર્સ સાથે મહિલાની 6.67 લાખની છેતરપિંડી. હું વલસાડની ડેપ્યુટી કલેક્ટર, અમારે દાગીના જોઈએ છે Report: જીજ્ઞેશ પટેલ, ખેરગામ Report: વિજયભાઈ યાદવ  

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

                  Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                                                              Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળ...

Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ.

  Khergam news : ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ. તારીખ ૧૧-૦૪-૨૦૨૪નાં દિને ખેરગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં ખેરગામ ગામના મુસ્લિમ સમાજનાં આગેવાન તેમજ દિવ્ય ભાસ્કર ન્યૂઝના અગ્રણી પત્રકાર અસિફભાઈ શેખ સહિત આગેવાનોએ રમઝાન ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમજ ખેરગામના હિન્દુ સમાજ અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પણ રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના ભાઈ- બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી. ઈદના દિવસે તેની શરૂઆત સવારની નમાઝથી થાય છે. આ દિવસે લોકો સવારે નવા કપડાં પહેરે છે અને નમાઝ અદા કરે છે અને શાંતિ અને સુલેહ-શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેઓ એકબીજાને ગળે લગાડીને ઈદની શુભેચ્છા પાઠવે છે. આ પછી લોકો એકબીજાની મુલાકાત લેવાનું શરૂ કરે છે અને અલગ-અલગ રીતે ઈદની ઉજવણી કરે છે. ઈદ-ઉલ-ફિત્ર દરમિયાન મીઠી વાનગીઓ ખાસ કરીને સેવૈયા બનાવવાનો રિવાજ છે. આ દિવસે લોકો એકબીજાને ગળે લગાડે છે અને એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવે છે અને એકબીજાને પ્રેમથી ઘરે બનાવેલી મીઠાઈઓ અને વાનગીઓ પીરસે છે. આ દિવસે લોકો એકબીજાને ઈદી ...

ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.

                            ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.  ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી શાળા તા.ધરમપુર જી.વલસાડમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય શિક્ષકશ્રી ડૉ.વિરેન્દ્રભાઈ પટેલે તેમનાં જન્મદિવસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને રોકડ રકમ દ્વારા મદદ કરવામાં આવી. તેમના દ્વારા  ધરમપુર,ખેરગામ, અને ચીખલી તાલુકામાં નવ જેટલી લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે..જેમાં સ્પર્ધાત્મક પુસ્તકો  ઉપલબ્ધ કરાવેલ છે અને તેમના દ્વારા 37  જેટલાં રકતદાન કેમ્પ કરવામાં આવેલ છે. ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા ગરીબ વિદ્યાર્થી મિત્રો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર મીનેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આછવણીનાં પ્રોફેસર ડો.સંજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને નમન કરી પીઠી મુહૂર્ત કરી આદિવાસી સમાજના યુવાનોને નવો રાહ ચીંધ્યો.

      આછવણીનાં પ્રોફેસર ડો.સંજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની  પ્રતિમાને નમન કરી પીઠી મુહૂર્ત કરી આદિવાસી સમાજના યુવાનોને નવો રાહ ચીંધ્યો. આદિવાસી સમાજના યુવાનો માટે પ્રેરણામૂર્તિ એવા ખેરગામ તાલુકાનાં આછવણીનાં  વ્યવસાયે  પ્રોફેસર ડૉ. સંજયભાઈ વી પટેલ જેઓ હાલ આણંદ જિલ્લામાં ઑડ ખાતે આર્ટસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. જેમના  લગ્ન વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના કાકડકૂવા (આમલી ફળિયાનાં બાલુભાઈ નેમલાભાઈ પટેલની સુપુત્રી સ્નેહાબેન જોડે નક્કી કરવામાં આવ્યા હતા. જેમની આજે તારીખ :૦૯-૦૪-૨૦૨૪નાં દિને પીઠી મુહૂર્ત હોય તેઓ આદિવાસી વિચારધારા ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટ યુવા પ્રોફેસર ડૉ.સંજય પટેલે ખેરગામ ખાતે બિરસા મુંડા સર્કલ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પામાળા પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા.  એક શિક્ષક તરીકે સમાજમાં યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડયું છે. સમાજના બીજા લોકો શું કરે છે ? તે નહિ પરંતુ મારે સમાજ  માટે શું કરવું જોઈએ? તેવી વિચારધારા ધરાવનારા ડૉ.સંજય પટેલે  લગ્ન પત્રિકા પણ આદિવાસી ગૌરવ સમાન વારલી પેઇન્ટિંગ વાળી પસંદ કરી હતી. ...

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

                                Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.

Khergam news : વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

             Khergam news : વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                                    Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ...

Khergam news : તોરણવેરામાં રક્તદાન અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

           Khergam news : તોરણવેરામાં રક્તદાન અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરનાં સહયોગથી ચિ.હેતાંશ ભાવેશ વાઢુંનાં પહેલાં જન્મદિન નિમિતે સોમવારે પહેલી એપ્રિલનાં રોજ રક્તદાન શિબિર અને મફ્ત સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. રક્તદાન શિબિરમાં તોરણવેરા ગ્રામ પંચાયતના સરપંચ સુનીલભાઈ દભાડીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડીકલ ઓફીસર ડૉ.પૂજા પટેલે રક્તદાન કરીને શિબિરની શરૂઆત કરી હતી. રક્તદાન શિબિરમાં ૧૭ દાતાઓએ રક્તદાન કર્યું હતું. મફ્ત સર્વ રોગ નિદાન સારવાર શિબિરમાં ૧૩૯ દર્દીઓએ આંખની તપાસ અને તે પૈકી ૧૧૨ વ્યક્તિઓને મફ્ત ચશ્મા વિતરણનો લાભ લીધો હતો.૧૩૭ જનરલ ચેકઅપ નિદાન અને દવા વિતરણ, ૩૬ દર્દીઓને દાંતની સારવાર અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટાભાગની વ્યક્તિઓએ આંખ,ની તપાસ અને જનરલ ચેક અપ નો લાભ લીધો હતો.આ પ્રસંગે ગામ અને સમાજના અગેવાનોએ હાજર રહી સેવાને બિરદાવી હતી.