ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાં...
ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત...