Skip to main content

Posts

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

      ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાં...

Khergam : ખેરગામ જનતા જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

Khergam : ખેરગામ જનતા જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. વતન : ખેરગામ વેણ ફળિયા ખેરગામ, નિવૃત્ત કેન્દ્ર શિક્ષક કુમાર શાળા ખેરગામ,  હાલ જનતા કેળવણી મંડળ ખેરગામ ખાતે ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે.

Khergam (Achhavani) : આછવણીમાં ધર્માચાર્ય પરભુદાદાએ ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા

      Khergam (Achhavani) : આછવણીમાં ધર્માચાર્ય પરભુદાદાએ ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવ્યા

Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

       Khergam :ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીજ્ઞેશ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. 

Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા.

         Dang: ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ડાંગ એક્ષપ્રેસ મુરલીભાઈ ગાંવિત લગ્નગ્રંથિથી જોડાયા. ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ભારતીય આંતરરાષ્ટ્રીય દોડવીર અને ખેરગામ વિસ્તારનાં અગ્રણી કાર્યકર તથા આગેવાન  લિતેશભાઈ ગાંવિતનાં ભાતૃ સમાન શ્રી મુરલીભાઈ ગાંવિતના  ડાંગ જિલ્લાના એમના નિવાસ સ્થાન  કુમારબંધ ગામ ખાતે એમના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી  વૈવાહીક જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

    ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગૂજરાત ગાર્ડિયન

 Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગૂજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ...

વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ.

             વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ. કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા તોરણવેરામાં કુકણા સમાજના શિબિરમાં વિવિધ મુદ્દે ચિંતન કરાયું. લગ્ન અને દેવ ઉજવણી પ્રસંગોમાં દેખાદેખીથી કરાતા ખોટા ખર્ચ પર કાબૂ મેળવવા અને યુવા વર્ગને વ્યસનમુક્તિ માટે જયંતિભાઈ પવારના અધ્યક્ષપદે એક સામાજિક ચિંતન શિબિર આશ્રમ શાળા તોરણવેરામાં રવિવારે યોજાયો હતો. તાજેતરમાં અવસાન પામેલા મીયાઝરી ગામના સમાજના વડીલ આગેવાન સ્વ. મનુભાઈ રમશુભાઈ માહલાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સુમનભાઈ રાવત, ખંડુભાઈ માહલા અને મહેશભાઈ ગાયકવાડે એમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આપણા સમાજ પાસે ખૂબ સારી રૂઢિપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટો ભાગ દેવામાં ડૂબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યાંથી સવાર માની પગલાં ભરવા જરૂરી છે. હાજર રહેલા સમાજ બાંધવોને આ બાબતે ખુલ્લા મને રજૂઆત અને ચર્ચા કરવા આહ્વાન કર્યું હતું. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારૂનું ચલન બહુ મોટી બદી છે. દેવ-દેવીન...