Skip to main content

Posts

Showing posts from November, 2025

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

      ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાં...

વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન.

 વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં  સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન. પ્રેસ દિવસના અવસરે વલસાડ જિલ્લામાં ભવ્ય  સરપંચ સન્માન સમારોહ  યોજાયો હતો. પારડી સ્થિત મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કામગીરી દ્વારા ગામોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કુલ  ૬૧ સરપંચશ્રીઓનું સન્માન  કરવામાં આવ્યું. આ સન્માન રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી  શ્રી કનુભાઈ દેસાઈ ના કરકમલેથી કરાયું હતું. કાર્યક્રમમાં માનનીય મહાનુભાવો, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સરપંચમંડળ, ગ્રામજનો અને પ્રેસ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે  ખેરગામ ગામના મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલનું  પણ ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ગામ વિકાસ માટેની દ્રઢ પ્રતિબદ્ધતા, લોકભાગીદારી દ્વારા વિકાસ કાર્યોને ગતિ આપવાનો પ્રયત્ન અને સ્વચ્છતા, આરોગ્ય, પાણી પુરવઠો તેમજ મહિલા સશક્તિકરણ તરફના પ્રયાસોની વિશેષ નોંધ લેવાઈ હતી. શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના આશીર્વચન દરમ્યાન પ્રેસ દિવસના મહત્વને ઉ...