વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી ...
Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. તારીખ 26-06-2 024નાં દિને નવસારી જિલ્લાના વાવ પ્રાથમિક શાળા ખાતે વાવ અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવતાં નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ માટે મુખ્ય મંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ સક્રિય છે. શાળામાં પ્રવેશ પામનારા બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે દર વર્ષે શાળાની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. બાળકો નિયમિત શાળાએ આવે સારું ભણીને આગળ વધે અને શાળા ગામનું નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. શાળાઓમાં વાલીઓની હાજરી જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. અહીંનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે અને ખાનગી શાળામાં અભ્યા...